Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

વિશ્વના કેટલાક દેશોમાં ફરીથી જોવા મળ્યો કોરોના વાયરસનો પ્રકોપ

નવી દિલ્હી: ભારતમાં બે દિવસથી કોરોનાએ ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. જયારે વિશ્વના કેટલાક દેશોમાં નવેસરથી તરખાટ શરૂ થતા ફફડાટ ઉભો થયો છે. બ્રિટનમાં લાંબા વખત બાદ 30,000થી વધુ કેસ નોંધાયા હતા. ચોવીસ કલાકમાં 32548 કેસ નોંધાયા હતા. ઇન્ડોનેશીયામાં 64379 કેસ હતા. જયાં કોરોના ઘાતક બન્યો હોય તેમ પ્રથમ વખત એક દિવસમાં 1000થી વધુ મોત નોંધાયા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં 1040 લોકોએ જાન ગુમાવ્યા હતા. આ જ રીતે રશિયામાં 23962, આર્જેટીનામાં 19423, કોલંબીયામાં 24229, સ્પેનમાં 17384, ઇરાનમાં 17212, સાઉથ આફ્રિકામાં 21427, ઇઝરાયેલમાં 486 કેસ હતા. વિશ્વસ્તરે કોરોનાના કુલ કેસ 18.58 કરોડ થયા છે જયારે કુલ મૃત્યુઆંક 40 લાખને વટાવી ગયો છે.

(5:20 pm IST)