Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

જાણો ક્યાં દેશનો પાસપોર્ટ છે સૌથી વધારે પાવરફુલ

નવી દિલ્હી: હેનલી પાસપોર્ટ ઈનડેક્સ દ્વારા 2006 થી આ પ્રકારનુ રેન્કિંગ જાહેર કરવામાં આવી રહ્યુ છે.વર્ષ 2021માં જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ જાહેર થયો છે તો ભારતને આ રેન્કિંગમાં આ વખતે મોટુ નુકસાન થયુ છે. રેન્કિંગ જાહેર કરનાર હેનલી એન્ડ પાર્ટનર્સનુ કહેવુ છે કે, જાપાનનો પાસપોર્ટ દુનિયાના 193 દેશોમાં ફ્રી વિઝા અથવા તો વિઝા ઓન એરાઈવલની સુવિધા આપે છે.જોકે સંસ્થાએ સ્પષ્ટતા પણ કરી છે કે, કોરોના સંકટના કારણે આ વર્ષે બહુ ઓછા લોકોએ વિદેશોમાં ટ્રાવેલ કર્યુ છે અને પહેલા ત્રણ મહિનામાં તો ટુરિઝમની સ્થિતિ આખી દુનિયામાં ખરાબ રહી છે. પાવરફુલ પાસપોર્ટના લિસ્ટમાં સિંગાપુર બીજા નંબરે છે.જેનો પાસપોર્ટ 192 દેશમાં વિઝા ઓન એરાઈવલ અને વિઝા ફ્રી એક્સેસ આપે છે.ત્રીજા સ્થાને 191 દેશોના વિઝા ફ્રી એક્સેસ સાથે દક્ષિણ કોરિયા અને જર્મની છે. ચોથા ક્રમે 190 દેશોની વિઝા ફ્રી એક્સેસ સાથે ફિનલેન્ડ, ઈટાલી અને લક્ઝમબર્ગ તેમજ સ્પેન છે.આ લિસ્ટમાં અમેરિકા અને બ્રિટન સાતમા સ્થાને છે. ભારતને આ રેન્કિંગમાં મોટો ઝાટકો વાગ્યો છે.ભારતીય પાસપોર્ટ 6 સ્થાન પાછળ ખસીને 90મા ક્રમે પહોંચ્યો છે.ભારતનો પાસપોર્ટ 58 દેશોમાં ફ્રી વિઝાની સુવિધા આપે છે.

 

 

(5:21 pm IST)