Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

આ છે અમેરિકાનો સૌથી રહસ્યમયી વિસ્તાર

નવી દિલ્હી: અમેરિકામાં એરિયા -51 દુનિયાનો સૌથી રહસ્યમયી વિસ્તાર છે. આ વિસ્તારને અમેરિકાની વાયુસેનાએ આજથી 65 વર્ષ પહેલા બનાવ્યો હતો પરંતુ એરિયા -51માં ખરેખર શું ચાલે છે તે કોઇ આજ સુધી જાણી શકયુ નથી. અમેરિકાના નેવાડાના દક્ષિણ ભાગમાં આ વિસ્તાર આવેલો છે પરંતુ નવાઇની વાત એ છે કે આ એટલી ગુપ્ત હતી કે વર્ષ 2013 સુધી તો કોઇને ખબર જ ન હતી. આ માહિતી પણ ઇન્ફોર્મેશન એકટ બહાર પાડવામાં આવી હતી. જો કે આ વિસ્તારમાં કોઇને પણ જવાની મંજુરી મળતી નથી. એરિયા 51 અંગે એવી માન્યતા છે કે અહીંયા એરક્રાફટ અને ડિફેન્સ આર્મ્સના મોટા પાયે એકસપરિમેન્ટ ચાલે છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે આ સ્થળેથી પરગ્રહવાસી સાથે સંપર્ક કરવાના પ્રયાસો થાય છે. તાજેતરમાં રુબેન હોકસ નામા એક યુઝરે ટ્વીટર પર એક તસ્વીર પ્રગટ કરીને તેને બ્લેક પ્રોજેકટ નામ આપ્યું છે.વર્ણન અનુસાર તસ્વીરમાં રહેલો પડછાયો કોઇ બ્લેક પ્રોજેકટ છેઅથવા તો કોઇ કાળો પડછાયો પણ હોઇ શકે છે. આ એક એવો વિસ્તાર છે જયાં એરક્રાફટની ચહલપહલ સામાન્ય ગણાય છે. 51 આ વિસ્તાર 51 નેવાડાના દક્ષિણ ભાગમાં, લાસ વેગાસના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 83 માઈલ (134 કિમી) સ્થિત છે. આસપાસનો વિસ્તાર એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જેમાં એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ હાઇવે પરના નાના શહેર રશેલનો સમાવેશ થાય છે.

(5:31 pm IST)