Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

યુક્રેનના હજારો લોકોને રશિયાએ બનાવ્યા બંધક

નવી દિલ્હી: રશિયા અને યુક્રેનના યુદ્ધને છ માસ જેટલો સમય પસાર થઈ ગયો છે અને તે દરમિયાન નવા નવા ખુલાસા થયા છે અને હવે એવી હકીકત બહાર આવી છે કે રશિયા દ્વારા યુક્રેનના હજારો લોકોને બંધક બનાવવામાં આવી રહ્યા છે અને તેના માટે ચકાસણી કેન્દ્રો પણ ખોલી દેવામાં આવ્યા છે.

અમેરિકાએ એમ કહ્યું છે કે યુક્રેન ના મોટા ભાગના નાગરિકોને પકડમાં લઈને તેમની પૂછપરછ કરવા અને તેમની સાથે દૂર વ્યવહાર કરવા માટે ચકાસણી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને રશિયાને તાત્કાલિક આમ કરતા રોકવાની જરૂર છે. અમેરિકા ના પ્રેસ સચિવ દ્વારા આ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી છે અને એમણે એમ કહ્યું છે કે યુક્રેનના મોટાભાગના વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લેવાના પ્રયાસ ને પગલે રશિયા આ પ્રકારે હજારો નાગરિકોને બંધક બનાવી રહ્યું છે અને તેને બદ ઇરાદાથી ચકાસણી કેન્દ્રો ખોલી દીધા છે. અમેરિકાએ એવી માગણી પણ કરી છે કે રશિયા દ્વારા ખોલવામાં આવેલા ચકાસણી કેન્દ્રોની મુલાકાત લેવાની પરવાનગી સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ મંડળને હોવી જોઈએ અને એ જ રીતે યુક્રેન ના લોકોને મળીને માહિતી મેળવવાની પરવાનગી પણ મળવી જોઈએ. માનવ અધિકાર સંગઠનો અને તેના પ્રતિનિધિઓને ત્યાં પહોંચી જવાની અને માહિતી એકત્ર કરવાની પરવાનગી આપવાની જરૂર છે કારણ કે જે લોકોને રશિયામાં મોકલી દેવામાં આવ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવી ખૂબ જરૂરી છે અને હજારો લોકોને બંધક બનાવવાની પ્રક્રિયાને તત્કાળ અસરથી રોકવાની જરૂર છે.D

(5:32 pm IST)