Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ઓએમજી....બિયર પીવાની તલબ લાગતા આ શખ્સે આઇસોલેશન તોડી પબમાં એન્ટ્રી કરી

નવી દિલ્હી: નશાની લત માણસો પાસે ન કરાવવાનું કરાવતી હોય છે. નશાનો આદી વ્યક્તિ તેને નશાની તલબ જાગે ત્યારે સાચું-ખોટું, સારું-ખરાબ વિચાર્યા વિના પોતાની તલબને સંતોષવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જતી હોય છે. આવી જ એક ઘટના બ્રિટનમાં જોવા મળી છે, જ્યાં કોરોના વાયરસ સંક્રમણના કારણે આઈસોલેશનમાં રહી રહેલા એક વ્યક્તિને દારૂની એવી તલબ જાગી કે તે આઈસોલેશનમાંથી સીધો પબમાં પહોંચી ગયો. ક્રૈબી જેક નામના 79 વર્ષીય વ્યક્તિને બે અઠવાડિયા સુધી પોતાના ઘરમાં જ આઈસોલેશનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, કારણ કે તેમનામાં કોરોનાના કેટલાક લક્ષણો મળી આવ્યા હતા. પોલીસ જ્યારે ક્રૈબી જેકના ઘરે તપાસ માટે ગઈ ત્યારે તેનું ઘર બંધ હતું અને તેનું ગેરેજ ખુલ્લું હતું અને તેમાં તેની ગાડી નહોતી. આથી, તપાસ કરતા ક્રૈબીની ગાડી એક પબની બહાર મળી આવી હતી. આઈસોલેશન સેન્ટરમાંથી બહાર પકડાઈ જવા પર પોલીસે ક્રૈબી જેક પર આશરે 4 લાખ 17 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે.

(5:42 pm IST)