Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કમ્પ્યુટર હેકરે ફ્લોરિડા રાજ્યના એક શહેરમાં પાણી પુરવઠા પ્લાન્ટને હેક કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો અમેરિકાના અધિકારીનો દાવો

નવી દિલ્હી: અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે કમ્પ્યુટર હેકરે ફ્લોરીડા રાજ્યના એક શહેરના પાણી પુરવઠા પ્લાન્ટને હેક કરવાનો પ્રયત્ન કર્યો. એટલું નહીં આમાં ઝાહેરીલું રસાયણ ભેળવવાની કોશિશ કરી હતી. તેમને જણાવ્યું કે હેકરે ઓલ્ડસ્માર શહેરના પાણી પુરવઠા સીસ્ટમને હેક કરીને પાણીમાં સોડીયમ હાઈડ્રોક્સાઈડનું પ્રમાણ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એક કર્માંચારીનું એના પર ધ્યાન ગયું અને ઘટનાને રોકી દેવામાં આવી.

         પાણીમાં એસિડિટીને રોકવા માટે ઓછી માત્રામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તેની માત્રામાં વધારો કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ઓલ્ડસ્મરસિટીના મેયરનું કહેવું છે એક ખરાબ વ્યક્તિ છે જે કામ કરી રહ્યો હતો. મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં નથી આવી. અને તે પણ માહિતી નથી મળી કે હેક કરવાનો પ્રયાસ અમેરિકાની અંદરથી થયો છે કે પછી કોઈ વિદેશી દેશમાંથી કરવામાં આવ્યો છે.

(5:38 pm IST)