Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મોસ્કોમાં કોરોના વેક્સીન મુકાવનારને આપવામાં આવશે ફ્રીમાં આઈસ્ક્રીમ

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં કોવિડ-વેકિસન આપવાની શરુઆત પુરજોશમાં થઇ ચુકી છે. જોકે અધીકારીઓ અને મેડીકલ એકસપટર્સ દ્વારા ખાતરી આપવામાં આવી રહી હોવા છતાં અનેક લોકો રસી મુકાવતા અચકાઇ રહયા છે. વિવિધ દેશોમાં અધિકારીઓ રસીકરણના ફાયદા સમજાવવા ઉપરાંત સુરક્ષિત અને અસરકારક હોવા સંબંધે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરી રહયા છે.મોસ્કોમાં એક વેકિસનેશન સેન્ટરે લોકોને રસી મુકવા માટે આકર્ષવા નવી રીત અપનાવી છે. રશીયાની સ્પુતનિક-વી રસી મુકાવવા માત્ર 38 ટકા લોકો આગળ આવ્યા હોવાથી કેન્દ્રમાં રસી મુકાવવા આવનારને મફત આઇસક્રીમની લાલચ આપવામાં આવી છે. રશીયાના મોસ્કોમાં સ્પુતનિક-વી રસીનો પુરવઠો વધુ છે અને અનેક લોકો રસીકરણની ઝુંબેશથી દુર ભાગી રહયા હોવાથી સેન્ટરમાં લોકોને રસી મુકાવવા આઇસ્ક્રીમની લાલચ આપવામાં આવી છે.

(5:41 pm IST)