Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

પાકિસ્તાની પોલીસે કરાંચીમાં આતંકવાદી હુમલાનો પ્રયત્ન કરનાર એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી

નવી દિલ્હી:પાકિસ્તાની પોલીસે કરાંચીમાં એક મોટા આતંકવાદી હુમલાનો પ્લાન નાકામ કરતા એક શંકાસ્પદ આતંકવાદીને છાપેમારી દરમ્યાન મોતનેઘાટ ઉતારી દીધો છે તેમજ પાંચ અન્ય શંકાસ્પદ આતંક્વાદીઓની ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. સિંધ પોલીસના આતંકવાદ રોડ વિભાગે જણાવ્યું છે કે ઘટના રવિવારના રોજ જિન્ના કાલોનીમાં બની હતી. ધરપકડ કરવામાં આવેલ આતંક્વાદીઓમાં અફઘાનિસ્તાનના લોકોનો પણ સમાવેશ થઇ રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:43 pm IST)