Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મ્યાનમારમાં પ્રદર્શન રોકવા માટે વોટર કેનનનો ઉપયો કરવામાં આવ્યો

નવી દિલ્હી: અઠવાડિયે મ્યાનમારની સેનાએ દેશમાં તખતાપલટો કરી સત્તાનો દોર પોતાના હાથમાં લઈ લીધો હતો. જેની સામે વિરોધ વ્યક્ત કરવા માટે મ્યાનમારના મુખ્ય શહેર યંગૂનમાં સેંકડો લોકો દ્વારા પ્રદર્શન કરાયું હતું.સાથે દેશમાં લોકોનાં ટોળાં એકઠાં થવાં પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પ્રતિબંધને લીધે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. દેશ પર સૈન્ય શાસન આવ્યા બાદ યોજાયેલ સૌથી લાંબી અવધિનું પ્રદર્શન હતું. પ્રદર્શનમાં સામેલ થનારા લોકો "મિલિટરી ડિક્ટેટર, ફેઇલ, ફેઇલ: ડેમૉક્રૅસી વિન વિન"ના નારા લગાવી રહ્યા હતા. સોશિયલ મીડિયાની મદદથી લોકો એકઠા થઈ શકે તે હેતુથી સોશિયલ મીડિયા પણ બંધ કરી દેવાયું છે. તેમ છતાં પ્રદર્શનકારીઓએ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. શુક્રવારે સાંજે દેશના મુખ્ય ઇન્ટરનેટ પ્રોવાઇડર ટેલીનોરે વાતની પુષ્ટિ કરી હતી કે તેમને આગામી સૂચના અપાય ત્યાં સુધી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો યુઝર્સ ઉપયોગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

(5:44 pm IST)