Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર.....

નવી દિલ્હી: વિશ્વના તમામ દેશોના નિષ્ણાંતો હાલ વેક્સિન અને માસ્કને જ મહામારી રોકવા માટેના મજબૂત ઉકેલ માની રહ્યા છે. જો કે તેમ છતા અનેક લોકો વેક્સિન લેવામાં ઝાઝો રસ નથી દાખવી રહ્યા. આ કારણે અનેક દેશોની સરકાર અને ખાનગી કંપનીઓ લોકોને વિવિધ પ્રકારની લલચામણી ઓફર આપી રહ્યા છે. અમેરિકાના ઓહિયોમાં વેક્સિન લેનારા કેટલાક લોકોને એક કંપનીએ બિયરની ઓફર આપી રાખી છે. ઉપરાંત અમેરિકાના મિશિગનમાં મારિજુઆના બનાવનારી કંપની યુવાનોને ગાંજો પણ ઉપલબ્ધ કરાવી રહી છે. અમેરિકાના અનેક શહેરોમાં આ પ્રકારની મફત અને લલચામણી ઓફર અપાઈ રહી છે. અમેરિકાની ડોનટ કંપની ક્રિપ્સી ક્રીમ વેક્સિન લેનારા લોકોને ડોનટ આપી રહી છે. બેઈજિંગના અનેક વેક્સિન સેન્ટર પર ફ્રી આઈસ્ક્રીમ આપવામાં આવી રહ્યો છે. અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને રજા આપી રહી છે જેથી તેઓ જઈને કોરોના વેક્સિન લઈ આવે. તે સિવાય કેટલીક જગ્યાએ લોકલ પ્રશાસન વેક્સિનેશન માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપી રહ્યું છે.

(5:16 pm IST)