Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મધ્ય ચીનના હુબેઇ પ્રાંતમાં એક વિમાન ક્રેશ થતા અનેક ઘરમાં આગ લાગવાની ઘટના

નવી દિલ્હી: મધ્ય ચીનના હુબેઈ પ્રાંતમાં ગુરુવારના રોજ એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં અનેક ઘરોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. દેશમાં બે મહિનામાં આ ત્રીજી વિમાન દુર્ઘટના છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીનના સત્તાવાર મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, વિમાન એરપોર્ટ નજીક લાઓહેકુ શહેરમાં ક્રેશ થયું હતું. પાયલોટે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી નીચે કૂદી ગયા હતા અને તેને સામાન્ય ઈજા થઈ હતી. ચીનના સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં ક્રેશ સાઇટ પર ઘણા મકાનમાં આગ લાગી છે. સમાચાર મુજબ ઈમરજન્સી વિભાગના કર્મચારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. આ વર્ષે માર્ચ પછી ચીનમાં આ ત્રીજી વિમાન દુર્ઘટના છે. ગયા મહિને, ચીનની તિબેટ એરલાઇન્સનું પેસેન્જર પ્લેન રનવે પરથી લપસી ગયું હતું અને તેમાં આગ લાગી હતી, જેમાં 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક બોઇંગ 737 પ્લેન 12 માર્ચે ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્રના ટેંગ્સિયન કાઉન્ટીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત તમામ 132 મુસાફરોના મોત થયા હતા.

 

(6:38 pm IST)