Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ચીનમાં એક એવું શહેર જયાં દરેક પુરૂષની છે ૩ ગર્લફ્રેન્ડ! બોયફ્રેન્ડનો ખર્ચો ઉઠાવે છે મહિલાઓ

શહેરમાં નોકરી મેળવવી મુશ્કેલ છે પરંતુ ગર્લફ્રેન્ડ મેળવવી ખૂબ જ સરળ છેઃ જે લોકોની એક જ ગર્લફ્રેન્ડ છે તે શરમ અનુભવે છે

બીજીંગ,તા. ૯: બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવાની પ્રથા દુનિયામાં નવી નથી. પ્રેમ એ આપણા સમાજની વાસ્તવિકતા છે અને લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધો બનાવતા આવ્યા છે. હવે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવામાં પ્રેમ ઓછો અને પીઅર પ્રેશર વધારે છે એટલે કે એક મિત્ર રિલેશનશિપમાં છે તો બીજો પણ તે સંબંધ ઇચ્છે છે.

જોકે આજે લોકોની પ્રાથમિકતાઓ અને મહત્વાકાંક્ષાઓ અલગ થઈ ગઈ છે. તેથી સંબંધ માટે આદર્શ વ્યકિત શોધવી મુશ્કેલ બની જાય છે. તેથી જ ઘણા લોકો સિંગલ રહે છે. પરંતુ ચીનમાં એક એવું શહેર છે જયાં એક પણ માણસ સિંગલ રહેતો નથી. અહીં પુરુષોની એક નહીં, પરંતુ ત્રણ ગર્લફ્રેન્ડ હોય છે.

અમે ચીનના ડોંગગુઆન શહેરની વાત કરી રહ્યા છીએ. ગુઆંગડોંગ પ્રાંતના આ શહેરમાં રહેતા લગભગ દરેકની એકથી વધુ ગર્લફ્રેન્ડ છે. અને દ્યણા લોકોની તો ત્રણ ગર્લફ્રેન્ડ હોય છે. ઇન્ડિપેન્ડન્ટ વેબસાઈટના અહેવાલ મુજબ, અહીં જે લોકોની એક જ ગર્લફ્રેન્ડ છે તેઓ શરમ અનુભવે છે. આ વસ્તુનું સૌથી મોટું કારણ અહીંનો સેકસ રેશિયો છે.

૨૦૧૫ના અહેવાલ મુજબ શહેરમાં દર ૧૦૦ મહિલાઓમાં ૮૯ પુરુષો છે. આ વસ્તી અસમાનતા પુરુષો માટે ગર્લફ્રેન્ડ મેળવવાનું સરળ બનાવે છે, પરંતુ મહિલાઓમાં બોયફ્રેન્ડ બનાવવા માટે છોકરાઓનો અભાવ હોય છે. ઁફૂરૂસ્ન.ણૂંૃ એયુ સાથે વાત કરતાં એક વ્યકિતએ કહ્યું હતું કે શહેરમાં નોકરી મેળવવી મુશ્કેલ છે પરંતુ ગર્લફ્રેન્ડ મેળવવી ખૂબ જ સરળ છે. જયારે અહેવાલો અનુસાર ફેકટરીના કામદાર લી બીને જણાવ્યું હતું કે તેની ૩ ગર્લફ્રેન્ડ છે અને તે ત્રણેય એકબીજાથી વાકેફ છે. લી ઉપરાંત પણ લોકોની એકથી વધુ ગર્લફ્રેન્ડ્સ છે.

આ શહેર મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે જાણીતું છે. ફેકટરીઓમાં દ્યણી છોકરીઓ કામ કરે છે. લોકો કહે છે કે તેઓ સરળતાથી મિત્રો મેળવે છે કારણ કે તેઓ પોતે બોયફ્રેન્ડની શોધમાં છે. મિરર વેબસાઈટના એક અહેવાલ મુજબ કેટલીકવાર મહિલાઓ બોયફ્રેન્ડ બનાવવા માટે તેમનો ખર્ચો ઉઠાવવા પણ તૈયાર હોય છે.

(10:17 am IST)