Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

સુહાગરાત પર દંપતી સાથે સૂઈ જાય છે દુલ્હનની માતા! લગ્નની વિચિત્ર પ્રથા

આફ્રિકાના કેટલાક ગામોમાં આ રિવાજ હજુ પણ અનુસરવામાં આવે છે

લંડન,તા. ૯ : લગ્ન પછીની પહેલી રાત નવદંપતીઓ માટે ખૂબ જ ખાસ હોય છે. ઘણા યુગલો તેમના દાંપત્ય જીવનની શરૂઆતને યાદગાર અને રોમેન્ટિક બનાવવા માટે સુહાગરાત માટે વિવિધ તૈયારીઓ કરે છે.

ઘણા દેશોમાં સુહાગરાત સાથે જુદી જુદી માન્યતાઓ સંકળાયેલી છે. પરંતુ આજે અમે તમને એક વિચિત્ર પ્રથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આશ્યર્યચકિત કરશે અને હસાવશે પણ.

ભારતમાં સુહાગરાત પહેલાં ભાભીઓ અને પિતરાઈ ભાઈઓ નવા પરણેલા યુગલોની ઘણી ખેંચે છે. તેમની મજાક ઉડાવે છે. આ બધું દંપતીને આરામદાયક બનાવવા માટે કરવામાં આવે છે જેથી તેઓ પ્રેમથી એકબીજા સાથે સુહાગરાત વિતાવી શકે.

પરંતુ આફ્રિકાના કેટલાક ગામોમાં સૌથી વિચિત્ર પ્રથાનું પાલન કરવામાં આવે છે. ઓરિસ્સા પોસ્ટની વેબસાઈટના અહેવાલ મુજબ દુલ્હનની માતાપણ અહીં સુહાગરાત પર પરિણીત દંપતી સાથે સૂવે છે.

સાંભળીને કદાચ ખૂબ આશ્યર્ય ચકિત લાગે છે પરંતુ દુલ્હનની માતા પહેલી રાત્રે દંપતી સાથે સૂઈ જાય છે જેથી તેઓ તેમની પુત્રીને કહી શકે કે તે રાત્રે શું કરવાનુ હોય છે. કેટલીક વાર બીજી વૃદ્ઘ સ્ત્રી કન્યાની માતાને બદલે સાથે સૂઈ જાય છે જે બંને લગ્ન જીવનની સાથે સંબંધિત બાબતો સમજાવે છે. આ માન્યતા આજે પણ આફ્રિકામાં નીભાવવામાં છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુહાગરાતના બીજા દિવસે વૃદ્ઘ મહિલા ઘરના અન્ય વડીલોને કહે છે કે આ દંપતીએ તેમના લગ્નની યોગ્ય શરૂઆત કરી હતી.

લગ્ન સાથે સંબંધિત ઘણી ચોંકાવનારી પ્રથાઓ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ઉત્ત્।રપશ્યિમ સ્કોટલેન્ડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ઘણા વર્ષોથી આ પ્રથાઓ ચાલતી આવી છે. અહીં, લગ્નના થોડા અઠવાડિયા પહેલા, કન્યાને સૂટથી લપેટવામાં આવે છે. આ પ્રથાને બ્લેકિંગ કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ વર-વધૂ બંને પર ગંદકી નાખવામાં આવતી હોય છે પરંતુ મોટાભાગે કન્યાને નિશાન બનાવવામાં આવે છે.

(10:17 am IST)