Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

કેનબેરામાં વેક્સીન લેનાર એક મહિલાને લાગી લોટરી

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દુનિયાના વિવિધ દેશોમાં લોકો કોરોનાની રસી લે તે માટે તેમને ઈનામો પણ આપવાની સ્કીમો પણ રાખવામાં આવતી હોય છે. ઓસ્ટ્રેલિયામાં એક મહિલા જોઆન જૂનુ કિસ્મત કોરોનાની રસી લાગતા જ બદલાઈ ગયુ છે.ઓસ્ટ્રેલિયામાં એક લોટરી કંપનીએ રસી મુકાવનારને એક મિલિયન ડોલર એટલે કે 7.28 કરોડ રુપિયા જીતવાની તક આપવાની જાહેરાત કરી હતી. રસી લેનારા 30 લાખ લોકોએ આ લકી ડ્રો માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.જેમાં જોઆન જૂ ને લોટરી લાગી છે અને તેને 7 કરોડ રુપિયાનુ ઈનામ મળ્યુ છે. ઓસ્ટ્રેલિયામાં શરુઆતમાં વેક્સીન મુકાવવા માટે ઉદાસીનતા જોવા મળી રહી હતી અને તેના કારણે લોટરી કંપનીએ લકી ડ્રોની જાહેરાત કરી હતી.

કંપનીએ બીજા 100 લોકોને પણ ઈનામો આપ્યા છે.જોઆન જૂ તો રસી મુકાવ્યા બાદ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી.તેને લોટરી અધિકારીએ કોલ કરીને જ્યારે તે વિજેતા બની હોવાનુ કહ્યુ હતુ ત્યારે તે ખુશીથી ઝૂમી ઉઠી હતી.

 

(4:27 pm IST)