Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

છેલ્લા બે વર્ષમાં ભૂખમરાની સ્થિતિ ખુબજ વણસી ગઈ હોવાની માહિતી

નવી દિલ્હી: છેલ્લા બે વર્ષથી કોરોનાએ લોકો માટે અનેક સમસ્યાઓ ઉભી કરી છે તો બીજી તરફ આ વર્ષે એક નવી મુસીબતે પણ ભરડો લીધો છે. આ વર્ષના પહેલાં દસ જ મહિનામાં ભૂખમરાની સ્થિતિ વણસી છે. એક તરફ કોરોનાને કારણે લોકો ખર્ચાના ખાડામાં ધકેલાઈ ગયા છે. મધ્યમવર્ગીય લોકોની સ્થિતિ તો ખુબ બગડી ગઈ છે, તેમની બધી બચત પણ વપરાય ગઈ છે ત્યારે હવે આ નવી મુસીબત સામે આવી છે. આ વર્ષે માત્ર દસ જ મહિનામાં 43 દેશોના 30 લાખ લોકો ભૂખમરાના અરે પહોંચી ગયા છે. સંયુકત રાષ્ટ્રના વિશ્વ ખાધ કાર્યક્રમ (ડબલ્યુ એફપી)ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. કોરોનાને કારણે 43 દેશોમાં બિલકુલ દુષ્કાળની સ્થિતિએ પહોંચેલા લોકોની સંખ્યા વધીને 4.5 કરોડે પહોંચી ગઈ છે. યુએન ખાધ એજન્સીએ જણાવ્યું કે આ વર્ષની શરૂઆતના આવા લોકોની સંખ્યા અંદાજે4.2 કરોડ હતી. જ્યારે વર્ષ 2019માં તે 2.7 કરોડ જ હતી. માત્ર આ વર્ષની શરૂઆતમાં જ તેમાં 30 લાખનો વધારો થયો છે. કારણ કે, વિશ્વભરમાં ગંભીર ભૂખમરાની સ્થિતિ વધુ વણસી રહી છે.

 

(4:28 pm IST)