Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ચીનના મોટા ભાગના શહેરોમાં સુપરમાર્કેટની બહાર લોકોની લાંબી લાઈનો લાગી

નવી દિલ્હી  : ચીનના મોટા ભાગના શહેરોમાં સુપરમાર્કેટની બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. ગભરાયેલા લોકો ફટાફટ બધો સામાન ખરીદવા માગે છે. પણ ડિમાન્ડના હિસાબે સપ્લાઈ થતી નથી. હાલત બગડતી જઈ રહી છે. આવા સમયે ધક્કામુક્કી અને મારપીટ જેવા દ્રશ્યો પણ જોવા મળે છે. આવું બધું એટલા માટે થયું છે કેમ કે સરકારે પોતાના આદેશમાં જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી રાખવા જણાવ્યુ છે. ચીનમાં કોરોનાની ફરી એન્ટ્રી થતાં સરકાર ગભરાઈ ગઈ છે. ઠંડીમાં સંક્રમણના કેસોમાં વધારો થશે. જેને કારણે સરકારે લોકોને જરૂરી ચીજવસ્તુઓનો ઘરમાં સ્ટોક કરી રાખવા માટે સલાહ આપી છે. લોકો વધુમાં વધુ સામાન ખરીદ બજારોમાં ભીડ જામ કરી રહ્યા છે. આવા સમયે ડિમાંડ એન્ડ સપ્લાઈ વચ્ચે મોટુ અંતર આવ્યુ છે અને કંપનીઓ મુશ્કેલીઓમાં મુકાઈ છે. ચીનમાં આર્મી બિસ્કુટ અને લંચ મીલ ઓનલાઈન સૌથી વધારે સર્ચ કરનારી આઈટમ બની ગયા છે. અલીબાબાની ઈ કોમર્સ સાઈટ પર ચોખા, સોયા સોસ, ચિલી સોસની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. તેમ છતાં પણ લોકોને બધો સામાન મળતો નથી. સ્થાનિક વેપારીઓના સ્ટોર ખાલી થઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, ચીની સરકારે 1 નવેમ્બરના રોજ લોકોને આદેશ આપ્યો હતો કે, જરૂરી ચીજ વસ્તુઓનો પુરતો સ્ટોક કરી રાખવો. શાકભાજી, તેલ, મટન વગેરેનો સ્ટોક કરી રાખવો.

 

(4:30 pm IST)