Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ચીન પર નજર રાખવા માટે ભારતીય સેનાએ કરી આ માંગણી

નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ખંધા ચીન પર નજર રાખવા માટે ભારતીય સેનાએ સરકાર પાસે લો લેવલ લાઈટવેઈટ રડાની માંગણી કરી છે. ચીન સાથેની મોટાભાગની સરહદ પર્વતીય વિસ્તાર છે અને તેના કારણે ચીનની હિલચાલ પર નજર રાખવાનુ કામ મુશ્કેલ છે.આ વિસ્તાર ઓછી ઊઁચાઈએ ઉડતા દુશ્મનના વિમાનો, હેલિકોપ્ટરો અને ડ્રોન માટે મદદગાર છે. સેનાએ જે રડારની માંગણી કરી છે તે મેક ઈન  ઈન્ડિયા પ્રોજેક્ટના લિસ્ટમાં સામેલ છે.આ પ્રોજેક્ટલનુ લિસ્ટ સેના દ્વારા સોમવારે જાહેર કરાયુ છે. જેમાં સર્વેલન્સ અને હથિયારથી સજ્જ ડ્રોન, કાઉન્ડર ડ્રોન સિસ્ટમ, ઈન્ફ્રન્ટી વેપન્સ ટ્રેનિંગ સિમ્યુલેટર, રોબોટિકસ સર્વિલેન્સ પ્લેટફોર્મ, પોર્ટેબલ હેલીપેડ જેવા ઘણા હથિયારો સામેલ છે. સરકારે દેશમાં શસ્ત્ર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 209 ડિફેન્સ પ્રોડક્ટસને 2025 સુધી બહારથી ખરીદવા પર પ્રતિબંધ મુકયો છે.જેમાં લો લેવલ લાઈટવેઈટ રડારનો પણ સમાવેશ થાય છે.

 

(4:32 pm IST)