Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

અમેરિકા બાદ બ્રિટને આપી કોવેક્સિનને મંજૂરી

નવી દિલ્હી: ભારત બાયોટેકની કોવેક્સિનને ટૂંક સમયમાં જ યુનાઈટેડ કિંગ્ડમ (UK) પોતાની અપ્રૂવ્ડ કોવિડ-19 વેક્સિન લિસ્ટમાં સામેલ કરવા જઈ રહ્યું છે, એટલે કે ઈંગ્લેન્ડ પહોંચેલા આંતરરાષ્ટ્રીય મુસાફરો, જેમણે કોવેક્સિન વેક્સિન લીધેલી છે તેમને હવે આઈસોલેટ નહિ થવું પડે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તાજેતરમાં કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ યુનાઈટેડ કિંગ્ડમે આ પગલું ભર્યું છે. ચીનની સિનોવેક અને સિનોફાર્મ વેક્સિનને પણ યુકે દ્વારા એની માન્ય કોવિડ-19 વેક્સિનની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને મંજૂરી આપી હતી. બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ટ્વીટ કર્યું હતું કે "યુકેની મુસાફરી કરી રહેલા ભારતીય મુસાફરો માટે સારા સમાચાર છે. કોવેક્સિન સહિત WHOની ઈમર્જન્સી ઉપયોગની સૂચિમાં સામેલ કોવિડ-19 વેક્સિનથી ફુલ્લી વેક્સિનેટેડ પ્રવાસીઓને 22 નવેમ્બરથી આઈસોલેટ નહિ થવું પડે.

(4:32 pm IST)