Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ચીનના અમુક પ્રાંતોમાં કરવામાં આવ્યો આ અનોખો સુધારો

નવી દિલ્હી: ચીને 42 વર્ષ પહેલાં એક પરિવાર એક બાળકની નીતિ અપનાવી તેની વધતી વસતીને કાબું કરવા પ્રયાસ કર્યો હતો પણ વૃદ્ધ થતી વસતીને કારણે તેણે આ નીતિ મામલે 5 વર્ષ પહેલા પીછેહઠ કરી. હવે તે 2 બાળક પેદા કરવા મંજૂરી આપી રહ્યું છે. તેને જોતા ચીને આ વર્ષે એક પરિવારમાં 3 બાળકોની મંજૂરી આપવાની જાહેરાત કરી છે અને અનેક લોભામણી યોજના લાગુ કરવા અંગે વિચારી પણ રહ્યું છે. 3 બાળકો પેદા કરવાની મંજૂરી આપવાની સરકારની જાહેરાત બાદ શાનક્સી સહિત 14 ચીની પ્રાંતોમાં પરિવાર નિયોજન કાયદામાં કાં તો સ્થાનિક રૂપે સુધારો કરાયો છે કાં સુધારાના માધ્યમથી નવા કાયદા બનાવવા જનમત સંગ્રહ કરાવાઈ રહ્યું છે. પર્વતો વચ્ચે ઘેરાયેલા શાનક્સી પ્રાંતના તંત્રએ વિવાહિત જોડાને વધુ બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવા 168 દિવસની જગ્યાએ 1 વર્ષ માટે પગાર સહિત મેટરનિટી લીવ આપવાની જાહેરાત કરી છે. આવું કરીને તે જર્મની અને નોર્વે જેવા યુરોપના અમુક સૌથી વિકસિત દેશોની નીતિની બરાબરી કરી લેશે. તેની સાથે જ પ્રાંતમાં ત્રીજા બાળકના જન્મ પર પેટરનિટી લીવની મુદ્દત બમણી કરી 30 દિવસ કરવાની તૈયારી ચાલી રહી છે. અહેવાલ અનુસાર અમુક પ્રાંતોમાં રજાની એક નવી રીત સામે આવી છે. ત્યાં ચાઇલ્ડ રેઝિંગ લીવ કે ચાઈલ્ડ કેર લીવ તરીકે રજાની તૈયારી ચાલી રહી છે. આ રજા એ વિવાહિત જોડા કે માતા-પિતા માટે છે જેમના બાળકો 3 વર્ષથી નાની વયના છે.

(4:33 pm IST)