Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

બ્રિટિશ રિસર્ચની સદીમાં ઘૂંટણના દુખાવાને લઈને થયો અનોખો ખુલાસો

નવી દિલ્હી  : આજકાલ ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ સહિત હાડકાંની અનેક સમસ્યામાં સર્જરી કરાવવાનું ચલણ સામાન્ય થયું છે. તેમાં ખર્ચ વધુ હોય છે. જોખમ વધુ છે. અનેક વખથ સંપૂર્ણપણે સાજા થવામાં મહિનાઓ લાગી જાય છે. એક રિવ્યૂમાં જોવા મળ્યું કે, તેમાંથી અનેક પ્રકારની સર્જરી સફળ થવાના પૂરાવા ટ્રાયલમાં મળ્યા નથી. સર્જરી જ્યાં અસરકારક જોવા મળી તો સમીક્ષા કરતા જાણવા મળ્યું કે, આ સર્જરી વગરના ઈલાજથી વધુ સારા નથી. અનેક બાબતોમાં સર્જરી કસરત, ફિઝિયોથેરાપી અને દવાઓ જોવા વિકલ્પોથી વધુ અસરકારક રહી નથી. બ્રિટિશ રિસર્ચરોએ ઘૂંટણ, હિપ, ખભા, કરોડરજ્જુ અને કાંડા સહિત દસ સામાન્ય ઓર્થોપેડિક ઓપરેશનોના અભ્યાસો પર સરવે કર્યો છે. તેમણે જોયું કે, ઘૂંટણ બદલવા સહિત અન્ય સર્જરીથી વધુ ફાયદાકારક બીજા ઈલાજ છે. 6 અન્ય પ્રકારની સામાન્ય સર્જરીના સ્ટડીમાં જોવા મળ્યું કે, કસરત, વજન નિયંત્રણ કરવું, ફિઝિયોથેરપી અને દવાઓનો ઈલાજ વધુ ફાયદાકારક છે. ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં ઓર્થોપેડિક સર્જરીના પ્રોફેસર ડો. એશલે બ્લોમ કહે છે કે, અમારો અભ્યાસ એ દર્શાવતો નથી કે આ ઓપરેશનોથી દર્દી સાજા થાય છે.

(6:16 pm IST)