Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સવારે ઉઠ્યો યુવક અને ભૂલી ગયો જીવનના ૨૦ વર્ષઃ પત્ની અને દીકરીને ઓળખવાનો કર્યો ઇન્કાર : કરવા લાગ્યો વિચિત્ર સવાલ

હીયરીંગ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ડેનિયલને લાગવા લાગ્યું કે તે ૧૬ વર્ષનો છે અને તેને સ્કૂલ જવું જોઈએ

ટેકસાસ,તા.૧૦: અમેરિકાના ટેકસાસથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયાં ૩૬ વર્ષનો એક શખ્સ પોતાના જીવનના ૨૦ વર્ષ ભૂલી ગયો. તે એક સવારે ઉઠ્યો અને તેને લાગવા લાગ્યું કે તે ૧૯૯૦ના દશકમાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે મગજની એક દુર્લભ સ્થિતિના કારણે તે પોતાની પત્ની અને દીકરીને પણ ભૂલી ગયો. ડેનિયલ પોર્ટર ટેકસાસના ગ્રેનબરીમાં રહે છે. તે જયારે ગત વર્ષે જુલાઈમાં એક સવારે જયારે ઉઠયા ત્યારે તેની પત્ની રૂથ પણ સાથે હતી. પરંતુ તે તેને ઓળખી ન શખ્યો.

એક રિપોર્ટ અનુસાર એક હીયરીંગ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ડેનિયલને લાગવા લાગ્યું કે તે ૧૬ વર્ષનો છે અને તેને સ્કૂલ જવું જોઈએ. આ દંપતીની એક ૧૦ વર્ષની દીકરી પણ છે. રૂથએ ડેનિયલને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે તેનું અપહરણ નથી થયું અને તે તેની પત્ની છે. પહેલા તો તે વાતને માનવા તૈયાર જ ન હતો. પરંતુ જયારે તેના માતાપિતાએ સમજાવ્યો તો માની ગયો. ડેનિયલ પોતાને અરીસામાં જોઈને ગુસ્સે થઇ ગયો કે તેની ઉંમર આટલી વધુ કેમ લાગી રહી છે અને તે આટલો જાડિયો કેમ થઇ ગયો?

શરૂઆતમાં ડોકટરોએ કહ્યું કે ડેનિયલ ટ્રાન્સીયેન્ટ ગ્લોબલ એમનેસિયાથી પીડિત છે. જેમાં સામાન્ય રીતે શોર્ટ ટર્મ મેમરી ખોવાઈ જાય છે. ડોકટર્સે જણાવ્યું હતું કે તે ૨૪ કલાકની અંદર સારું થઇ જશે. જોકે તેમ ન થયું. ડેનિયલને WWE નો પ્રોગ્રામ યાદ હતો જે ૧૯૯૦ના દશકમાં થયો હતો. બાદમાં ડેનિયલને તેની માં પાસે લઇ જવામાં આવ્યો. ત્યાં જઈને તેમને વિશ્વાસ આવ્યો કે રૂથ સાચું જ કહેતી હતી. ડેનિયલ અને રશ ૨૦૦૬માં પહેલી વાર મળ્યા હતા બાદમાં ૨૦૦૭માં એમને લગ્ન કરી લીધા હતા, જો કે આ  બધા વિષે ડેનિયલને કંઈજ યાદ નથી.

અભ્યાસ ભુલવાને કારણે નોકરી પણ ગઈ તકલીફ ત્યારે પડી જયારે ડેનિયલ પોતાનો અભ્યાસ પણ ભૂલી ગયો. જેને કારણે તેને પોતાની નોકરી પણ ગુમાવવી પડી હતી. રૂથ પ્રયાસો કરી રહી છે.

તેમના પતિને  બધું જ યાદ આવી જાય. ડેનિયલના આમ કરવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. તેણે પોતાનું દ્યર પણ વેચી નાખવું પડ્યું છે. હવે તેમનો આખો પરિવાર ડેનિયલને માતા-પિતાના દ્યરે રહે છે.

(10:09 am IST)