Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કેલિફોર્નિયામાં 6 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઉતર કેલિફોર્નિયા તેમજ નેવાડામાં આવેલા 6ની તીવ્રતાના ભૂકંપ બાદ ત્યાંનાં વિસ્તારોમાં ડઝન જેટલાં આફટર શોકસ અનુભવાયા છે. ભૂકંપને કારણે હાઈ-વેને પણ નુકશાન થયું હતું. ગુરુવારે આવેલા ભૂકંપ બાદ ખૂબ વધારે પ્રમાણમાં આફટરશોકનાં પગલે લોકો ભયભીત થયા હતા. ગુરુવારે આવેલા તાહીએનાં નાની વસાહતોનાં વિસ્તારો પ્રભાવીત થયા હતા. ત્યારબાદ રાત્રી દરમિયાન પણ સતત ધ્રુજારી અનુભવાઈ હતી. અમુક કાર રોડ પર ફસાઈ ગઈ હતી પરંતુ તેનાથી જાનહાની થઈ નથી.

 

(6:29 pm IST)