Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

નાઈજીરિયા:સેનાની સાથે ગોળીબારીમાં બોકો હરામના 19 આતંકીને ઠાર

નવી દિલ્હી:નાઈજિરીયાના ઉત્તરપૂર્વી વિસ્તાર બોર્નોમાં બુધવારના રોજ રાત્રીના સમયે સેનાની સાથે ગોળીબારી થતા બોકો હરામના 19 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. આતંકવાદીઓની પાસેથી 5 ગન ટ્રક પણ નષ્ટ કરવામાં આવ્યા છે.

       સેનાની તરફથી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાન નગરમાં બોકો હરામના આતંકવાદીઓને સેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે નિષ્ફ્ળ થઇ ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે. આ હુમલા પછી સેનાના આતંકવાદીઓએ સફાઈ માટે અભિયાન ચલાવ્યું હતું પરંતુ તે ઘટનાસ્થળેથી ભાગી ચુક્યા હતા.

(5:44 pm IST)