Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

આંખોને જોઈને થશે મૃત્‍યુની ભવિષ્‍યવાણી

ઓસ્‍ટ્રેલિયાઈ શોધકર્તાઓએ એક નવું આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજેંસ કાર્યક્રમ તૈયાર કર્યો છે જે કોઈ વ્‍યક્‍તિના જીવનના વર્ષોની ભવિષ્‍યવાણી કરવામાં મદદ કરી શકે છે

સીડની, તા.૧૧: આંખોને જોઈને મોતની ભવિષ્‍યવાણી કરવાની વાત થોડી વિચિત્ર છે. પરંતુ હવે આ વાત વાસ્‍તવમાં સંભવ થઈ ગઈ છે. હવે આંખોને સ્‍કેન કરીને જાણ થઈ જશે કે તમારું મૃત્‍યું ક્‍યારે થવાનું છે.
AIની મદદથી થશે ભવિષ્‍યવાણીઃ ઓસ્‍ટ્રેલિયાઈ શોધકર્તાઓએ એક નવું આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજેંસ કાર્યક્રમ તૈયાર કર્યો છે જે કોઈ વ્‍યક્‍તિના જીવનના વર્ષોની ભવિષ્‍યવાણી કરવામાં મદદ કરી શકે છે.
બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્‍થેલ્‍મોલોજીમાં બુધવારે પ્રકાશિત થયેલા તારણો રેટિનાના અભ્‍યાસ પર આધારિત છે. આમાં, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે રેટિનાનો અભ્‍યાસ એક વિન્‍ડો તરીકે કામ કરશે જેથી તેઓ વ્‍યક્‍તિના સ્‍વાસ્‍થ્‍ય વિશે ઊંડાણપૂર્વક જાણી શકશે.
મેલબર્નના સેન્‍ટર ફોર આવેલા રિસર્ચના શોધકર્તાએ દાવો કર્યો છે કે એઆઈ એલ્‍ગોરિધમ લગભગ ૧૯,૦૦૦ ફંડ્‍સ સ્‍કેનનો અભ્‍યાસ કર્યાં બાદ રેટિનાની ઉંમરનું સટીક અનુમાન લગાવે છે

 

(10:21 am IST)