Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રિક્ષાની છત પર મિની ગાર્ડન

રિક્ષાની છત ઉપરાંત તેણે આજુબાજુમાં પણ પ્‍લાન્‍ટના કુંડા મૂકીને ઠંડક પહોંચાડવાની કોશિશ કરી છે

લંડન તા. ૧૧ : નોર્વેના રાજદૂત એરિક સોલ્‍હેમે ટ્‍વિટર પર એક ફોટો પોસ્‍ટ કર્યો છે, જેમાં એક રિક્ષાની છત પર મિની બગીચો તૈયાર કરવામાં આવ્‍યો છે. સૂરજનો તાપ વધવા સાથે વાતાવરણમાં ભેજ પણ વધી રહ્યો છે જેને કારણે ઉકળાટ વધુ થઈ રહ્યો છે. આવામાં માથા પર ઠંડકનો અહેસાસ કરાવે એવો અનુભવ જ ખૂબ આહ્‌લાદક હોય છે. ટ્‍વિટર પરના આ ફોટોએ લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું છે.  
એરિક સોલ્‍હેમે ટ્‍વિટર પર ફોટો સાથેની પોસ્‍ટમાં લખ્‍યું છે કે આ ભારતીય રિક્ષા-ડ્રાઇવરે તેની રિક્ષા પર ઘાસ ઉગાડીને પ્રવાસીઓને ઠંડક મળી રહે એવી કોશિશ કરી છે. રિક્ષાની છત ઉપરાંત તેણે આજુબાજુમાં પણ પ્‍લાન્‍ટનાં કૂંડાં મૂકીને ઠંડક પહોંચાડવાની કોશિશ કરી છે.
અત્‍યાર સુધીમાં આ પોસ્‍ટને ૨૦,૦૦૦ લાઇક્‍સ મળી છે. ૨૦૨૧માં ફેસબુકના આસામ અલર્ટ પેજ પર પણ આવો જ એક ફોટો શેર કરવામાં આવ્‍યો હતો.

 

(2:41 pm IST)