Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે અમેરિકામાં પડી કુદરતી ખાતરની અછત

નવી દિલ્હી: રશિયા યુક્રેન યુધ્ધના પગલે અમેરિકામાં કુદરતી ખાતરની માંગ વધવાથી ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. દોઢ મહિના પહેલા પશુઓના ગોબરમાંથી તૈયાર થતા ખાતર ૫ ડોલરમાં ૧ ટન મળતું તેનો ભાવ હવે વધીને ૧૪ ડોલર થયો છે. એક સમય એવો હતો કે અમેરિકામાં પશુપાલન સાથે સંકળાયેલા લોકો પ્રાણીઓના છાણ-મૂત્રનો પૈસા આપીને જાતે નિકાલ કરવો પડતો તેના સ્થાને હવે પશુઓનો વેસ્ટ આહાર અને છાણ-મૂત્રથી બનેલા સેન્દ્રીય ખાતરના સારા ભાવે વેચવા લાગ્યા છે. સારા ભાવે વેચાણ કરવા લાગ્યા છે. રાસાયણિક ખાતરોની અછતના પગલે કુદરતી ખાતર મેળવવા ખેડૂતો પડાપડી કરી રહયા છે. જે ઉત્પાદકો વર્ષોથી પશુ ખાતર વેચતા હતા તેમની પાસે સ્ટોક ખૂટી ગયો છે.

(6:42 pm IST)