Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ચીનમાં સખ્ત લોકડાઉનથી લોકોની હાલત બની કફોડી

નવી દિલ્હી: ચીનના (China) સૌથી મોટા શહેરોમાંનું એક શાંઘાઈ (Shanghai) કોરોના વાઈરસ (Coronavirus) સામે લડી રહ્યું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે અહીં લોકડાઉન લાગુ કર્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કારણે લાદવામાં આવેલા કડક લોકડાઉનને (Shanghai Lockdown) કારણે હવે શાંઘાઈમાં લોકોની ખાણીપીણીની વસ્તુઓ ખતમ થઈ રહી છે. શહેરના લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને રાશન લેવા માટે બહાર જવાની સખ્ત મનાઈ છે. ગુરુવારે શાંઘાઈમાં 20,000 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે શાંઘાઈ શહેર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીનના કોવિડ નિયમો હેઠળ જો બાળક કોવિડ સંક્રમિત (Covid Case) હોવાનું જાણવા મળે છે તો તેને તેના માતાપિતાથી અલગ કરી દેવામાં આવે છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે બાદમાં શાંઘાઈ સત્તાવાળાઓએ પાછળથી તે માતાપિતાને તેમના બાળકો સાથે આઈસોલેશન સેન્ટરમાં રહેવાની મંજૂરી આપી.

(6:43 pm IST)