Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમેરિકાએ તાઇવાનને સહકાર આપતા ચીન ભડકી ઉઠ્યું:ધમકાવવા માટે મોકલ્યા ફાઇટર વિમાનો

નવી દિલ્હી: અમેરિકાએ તાઈવાનને સહકાર આપવાની જાહેરાત કરતાં ચીન ભડક્યું હતું. ચીને તાઈવાન અને અમેરિકાને ધમકાવવા માટે પોતાના ફાઈટર વિમાનો તાઈવાનના આકાશમાં મોકલ્યા હતા. તાઈવાન ચીનની મુખ્યભૂમિથી થોડે દૂર આવેલો ટાપુ દેશ છે. તાઈવાન પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવે છે. સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની બધી ઓળખ પણ ધરાવે છે.

બીજી તરફ ચીન તાઈવાનને પોતાના તાબાનું અર્ધ-સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવે છે. એટલે કે તાઈવાને કેટલાક મુદ્દાઓમાં ચીની સરકારની મરજી મુજબ ચાલવાનું એવી ચીનની નીતિ છે. ચીનની નીતિ જગતના અનેક દેશોએ સ્વિકારી હોવાથી તાઈવાન પર ચીન નિયમિત રીતે માલિકીહક્ક જતાવતું રહે છે.

            અમેરિકાએ હવે પોતાના આરોગ્ય મંત્રી એલેક્સ અઝારને તાઈવાન મોકલ્યા હતા. તાઈવાને કઈ રીતે કોરોના કાબુમાં લીધો જાણવા અને તેની પ્રસંશા કરવા એલેક્સ તાઈવન પહોંચ્યા હતા. તેમણે તાઈવાની મહિલા રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી.

(6:30 pm IST)