Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સતત આઠમા દિવસે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાઓનો હુમલો

નવી દિલ્હી: આજે સોમવારે પાકિસ્તાની સેનાએ સતત આઠમા દિવસે નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબાર કર્યો હતો. જેમાં પુંચના કૃષ્ણા ઘાટી, કિરની, કસ્બા અને બાલાકોટ સેક્ટર તેમજ રહેણાંક વિસ્તારોમાં આર્મીની ચોકીઓને નિશાન બનાવી હતી. તોપમારાથી ગભરાયેલા લોકોએ સલામત સ્થળોએ આશરો લીધો અને પોતાનો જીવ બચાવ્યો હતો. બાલાકોટમાં કેટલાક મકાનોને નુકસાન થયાના સમાચાર છે. ભારતીય સેનાએ પણ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

                    મળતી માહિતી મુજબ આજે સવારે 6.30 વાગ્યે પાકિસ્તાને કસ્બા અને કિરનીમાં મોર્ટાર ફાયરિંગ શરૂ કર્યું હતું. જ્યારે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો ત્યારે લગભગ બે કલાક પછી ગોળાબારી બંધ થઈ ગઈ. થોડા કલાકોની શાંતિ પછી, પાકિસ્તાને સવારે 10.15 વાગ્યે, જિલ્લાના મેંધર સબ ડિવિઝનના બાલાકોટ સેક્ટરમાં પોસ્ટ તેમજ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને મોર્ટાર ફાયરિંગ શરૂ કર્યું હતું.

(6:31 pm IST)