Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બ્રિટનમાં ઠંડીએ તોડ્યો છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ:પારો ઉતર્યો સૌથી નીચો

નવી દિલ્હી: બ્રિટનમાં વર્ષે ઠંડીએ પોતાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે, પરિસ્થિતિ છે કે સ્કોટલેન્ડમાં બુધવારની રાત્રે 25 વર્ષ પછી પારો સૌથી નીચે ઉતરી ગયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે બ્રાઈમરમાં તાપમાન માઈનસ 23 સેન્ટીગ્રેડ પહોંચી ગયું હતું. બ્રિટનમાં લગભગ 25 વર્ષ બાદ આટલું તાપમાન નોંધાયું છે. રાહત અને બચાવ દળના સભ્યોનું કહેવું છે કે સ્કોટલેન્ડમાં દરેક બાજુ બરફ વિખરાયેલો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી બ્રિટનમાં ભીષણ ઠંડી પડી શકે છે અને બરફવર્ષાનો ખતરો રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી શકે છે. કડકડતી ઠંડીની અસર પુર્વી વિસ્તારો, ઈંગ્લેન્ડ, દેવોન અને દક્ષિણી પશ્ર્ચિમી વેલ્સમાં છે.

(5:38 pm IST)