Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોરોના વેક્સિનને લઈને ઇટાલીમાં બની એક અજીબોગરીબ ઘટના:એક મહિલાને વેક્સિનના બે ડોઝની જગ્યાએ 6 ડોઝ મૂકી દીધા

નવી દિલ્હી: સામાન્ય રીતે વેક્સીનના બે ડોઝ કોરોના સામે લડવા માટે કાફી છે પણ ઈટાલીમાં બનેલા એક અજીબો ગરીબ કિસ્સામાં એક મહિલાને વેક્સીનના બેની જગ્યાએ ડોઝ મુકી દેવાયા હતા. 23 વર્ષની મહિલાને ફાઈઝરની વેક્સીનના ડોઝ ભુલથી મુકી દેવાયા હોવાનુ બહાર આવ્યા બાદ તેને ડોકટરોના ઓબ્ઝર્વેશન હેઠળ મુકવામાં આવી હતી. જેથી આટલી મોટી માત્રામાં રસી શરીરમાં જવાથી કોઈ સાઈડ ઈફેકટ થાય તો સારવાર કરી શકાય. જોકે 24 કલાક બાદ પણ શરીરમાં કોઈ ખાસ તકલીફ નહીં દેખાતા તેને હાલમાં તો રજા આપી દેવામાં આવી છે. ઘટના મધ્ય ઈટાલીના ટસ્કની પ્રાંતમાં બની હતી.સામાન્ય રીતે રસીની એક બોટલમાં ડોઝ હોય છે. તેમાંથી દરેક વ્યક્તિને એક ડોઝ અપાય છે. પણ નર્સએ ભૂલથી મહિલાને શીશીમાં રહેલા 6 ડોઝ જેટલી રસી એક ઈન્જેક્શનમાં ભરીને આપી દીધી હતી.

 

(6:45 pm IST)