Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણોસર બ્રિટિશ સરકારની ચિંતા વધી

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોનાના નવા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો હોવાથી બ્રિટિશ સરકારની ચિંતા વધી ગઈ છે. મહત્વની વાત એ છે કે, બ્રિટનમાં ઘણા ખરા નાગરિકોને રસી મુકાઈ ગઈ છે .આમ છતા કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.

એ પછી હવે કોરોના વાયરસના નવા કેસના કારણે લોકડાઉન પ્રતિબંધો પણ લંબાવી દેવાયા છે. બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પ્રતિબંધો હટાવવા માટે સોમવારે જાહેરાત કરવાના હતા પણ હવેપ્રતિબંધ હટાવવા માટે કદાચ વધારે સમય સરકાર લેશે તેવુ લાગી રહ્યુ છે. હજી પણ કોરોનાના કારણે મુકાયેલા પ્રતિબંધ એક મહિનો લંબાવાય તેવુ મનાઈ રહ્યુ છે. જો આવુ થયુ તો ઈંગ્લેન્ડમાં 19 જૂનને હટનારૂ લોકડાઉન 19 જુલાઈ સુધી લંબાઈ શકે છે. તાજેતરમાં જ બોરિસ જોનસને કોરોનાના વધતા જતા કેસને લઈને ચેતવણી આપી હતી. જોકે પીએમ ઓફિસ તરફથી લોકડાઉન લંબાવવા અંગે કોઈ ટિપ્પણી હજી સુધઈ કરવામાં આવી નથી.

(4:46 pm IST)