Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત

નવી દિલ્હી: દુનિયામાં એવા કેટલાય દેશો છે જ્યાં ક્યારેય રાત થતી નથી. એવા દેશો પણ છે જ્યાં દરેક સમયે સૂરજ પોતાના કિરણો પ્રસારેલા રાખે છે. તમે વિચારતા હશો કે જો એવું થાય તો લોકોને સૂવા, ઉઠવાનું, ખાવા પીવા તેમજ કામ કરવાનું ટાઈમટેબલ જ બગડી જતું હસે. પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય છે. દુનિિયામાં કેટલીક જગ્યાઓ પર રાત થતી નથી. આજે તમે એવા દેશો બાબતે બતાવીશું.કેનેડામાં વર્ષમાં મોટેભાગે બરફ જામેલો રહે છે. અહીં ગરમીના દિવસોમાં રાત નથી થતી. કારણ કે અહીં પર ગરમીઓમાં સતત સૂરજ ચમકતો રહે છે.નોર્વે દુનિયાના સુંદર દેશોમાંનો એક ગણાય છે. નોર્વેને લેન્ડ ઓફ ધ મિડનાઈટ સન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મે મહિનાથી લઈને જુલાઈ સુધી 24 કલાક સુરજ સતત નિકળેલો રહે છે. અહીંયા 76 દિવસ સુધી સૂરજ સતત ચમકતો રહે છે. અહીં સાંજના સમયે બસ થોડું હળવું અંધારું થાય છે. ફિનલેન્ડ પહેલો એવો દેશ છે જ્યાં 24 કલાકમાંથી 23 કલાક સુરજ ચમકતો રહે છે. અહીં ગરમીઓના દિવસોમાં 73 દિવ સુધી રાત થતી નથી. અહીંની ખૂબસૂરતીને જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે. આઈસલેન્ડ યુરોપનો બીજો સૌથી મોટો દ્વીપ છે. જ્યાં અડધી રાત્રે પણ સૂરજની રોશની ફેલાયેલી રહે છે. અલાસ્કા ગ્લેશીયર ખૂબજ સુંદર છે. અહીં મેથી લઈને જુલાઈ સુધી હંમશા સૂરજ નીકળેલો રહે છે. અહીં પર રાતના 12.30 કલાકે સૂરજ ડૂબે છે અને ઠીક 51 મિનિટ પછી ફરીથી ઊગી જાય છે.

(4:46 pm IST)