Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વૈજ્ઞાનિકોએ શોધી કાઢયો જવાબ

ટૂંકા કપડા પહેરવા છતાં પણ છોકરીઓને કેમ નથી લાગતી ઠંડી?

લંડન, તા.૧૨: તમે જોયું જ હશે કે શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી તે નવા વર્ષની પાર્ટી હોય કે લગ્ન, મહિલાઓ ગરમ વસ્ત્રો પહેરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તમારા મનમાં આ સવાલ આવ્યો જ હશે કે, ઓછા કપડામાં તેમને ઠંડી કેમ નથી લાગતી ? કેટલાક દેશો એવા છે, જયાં ૧૨ મહિના સુધી ઠંડી રહે છે, ત્યાં પણ છોકરીઓ નાના કપડા પહેરીને નાઈટકલબમાં જાય છે, તો તેઓ કેવી રીતે મેનેજ કરશે ? આ સામાન્ય પ્રશ્નનો હવે 'વૈજ્ઞાનિક' જવાબ મળી ગયો છે.

બ્રિટિશ જર્નલ ઓફ સોશિયલ સાયકોલોજીમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો, જેમાં વૈજ્ઞાનિકોએ સંશોધન રજૂ કર્યું છે કે સુંદર છોકરીઓ ટૂંકા કપડાંમાં ઠંડીને કેવી રીતે હરાવી શકે છે ? તેમણે વર્ષ ૨૦૧૪માં આ સંબંધમાં કરાયેલા કાર્ડી બીના દાવા પર પણ સંશોધન કર્યું છે.

અભ્યાસમાં સામેલ ફેલિગ નામના સંશોધકે પણ TikTok દ્વારા તેમની શોધ લોકો સુધી પહોંચાડી. તેમણે કહ્યું કે જયારે પણ કોઈ મહિલા પોતાની જાતને એક વસ્તુ તરીકે સમજવા લાગે છે ત્યારે તે પોતાની આંતરિક સ્થિતિને ઓળખવાની કોશિશ પણ કરતી નથી. કાર્ડી બીએ પણ તેના સંશોધનમાં આ જ કહ્યું. નવા સંશોધનમાં સંશોધકો અત્યંત ઠંડીમાં મહિલાઓ સાથે વાત કરવા કલબમાં આવ્યા હતા. ૪ થી ૧૦ ડિગ્રી તાપમાનમાં પણ આ મહિલાઓ ઓછા કપડામાં હોવાથી તેમને ઠંડીનો અહેસાસ ન થયો.

છેવટે, વૈજ્ઞાનિકોએ સંશોધનના પરિણામે તારણ કાઢ્યું કે શરદી ફકત ત્યારે જ થાય છે જયાં સુધી તમે તમારી ત્વચા સાથે માનસિક રીતે જોડાયેલા હોવ. જે મહિલાઓ પોતાનું ધ્યાન સેલ્ફ ઓબ્જેકિટફિકેશન પર કેન્દ્રિત કરે છે અને પોતાની બાહ્ય સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેઓને ઠંડી પણ ઓછી લાગે છે. જેનું ધ્યાન દેખાવ પર ઓછું હોય છે તેઓને ઠંડી લાગે છે, જયારે જેઓ દેખાવ પર વધુ ધ્યાન આપે છે તેમને ઓછા કપડામાં પણ ઠંડી નથી લાગતી.

(10:02 am IST)