Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

હોલીડે ક્રુઝ પરના 800મુસાફરો કોરોના પોજીટીવ થતા ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડોક કરવામાં આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે હવે ધીમે ધીમે દુનિયા પટરી પર આવી છે, ત્યાં ફરી કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે. એક હોલિડે ક્રુઝ પરના 800 મુસાફરો કોરોના પોઝિટિવ થવાના અહેવાલ મળી રહ્યાં છે. આ માહિતી મળ્યા બાદ આ જહાજને ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડૉક કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, મેજેસ્ટીક પ્રિન્સેસ ક્રૂઝ શિપ ન્યુઝીલેન્ડથી રવાના થયુ હતુ અને સર્ક્યુલર ક્વે પર પહોંચેલા લગભગ 4,600 મુસાફરો અને ક્રૂ પર સવાર હતા, જેમાંથી દર પાંચમાંથી એક મુસાફરોને કોરોના હતો. ક્રુઝ ઑપરેટર કાર્નિવલ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ માર્ગુરેટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે, 12 દિવસની સફરના અધવચ્ચે આ કોરોનાના કેસ નોંધાવવાનું શરૂ થયુ હતુ. મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા બાદ જહાજમાં હલચલ મચી ગઈ હતી, ત્યારબાદ જહાજને સિડનીમાં રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(5:10 pm IST)