Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અમેરિકાના ઓક્‍લાહોમામાં રહેતા વૃદ્ધ મહિલાએ 100મો જન્‍મદિવસ જોરદાર ડાન્‍સ કરીને ઉજવ્‍યોઃ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

ઓક્લાહોમ: અમેરિકાના ઓક્લાહોમામાં એક વૃદ્ધ મહિલાએ તાજેતરમાં પોતાનો 100મો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો હતો અને જોરદાર ડાન્સ કર્યો હતો. મહિલાના જન્મદિવસની ઉજવણી અને ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલાની ફીટનેસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વૃદ્ધાશ્રમમાં રહે છે 100 વર્ષની વૃદ્ધ મહિલા

100 વર્ષીય સિલ્વીયા ઓવેન્સે તેનો જન્મદિવસ કર્મચારીઓમાં ઉજવ્યો હતો જ્યારે બીવર કાઉન્ટી નર્સિંગ હોમમાં વૃદ્ધાશ્રમમાં રહેતા હતા.

વોકરની સાથે મહિલાએ જોરદાર કર્યો ડાન્સ

નર્સિંગ હોમે તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં વૃદ્ધ મહિલા તેના વોકર સાથે ડાન્સ કરી રહી છે. મહિલાએ તેનો જન્મદિવસ ખુશીથી ઉજવતા જોઈને આસપાસના લોકોએ પણ તેને જોરદાર પ્રોત્સાહન આપ્યું છે.

(4:43 pm IST)