Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આફ્રિકામાં ગયાનામાં ઇબોલાના કારણોસર ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા

નવી દિલ્હી:  ગયાનામાં ઇબોલાને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અહીં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. અને અન્ય ચાર લોકોને ચેપ લાગ્યો છે. લાઇબેરિયાની સરહદ નજીક ગૌકીમાં અંતિમ સંસ્કાર કરવા ગયેલા સાત લોકો અચાનક બિમાર થઈ ગયા હતા. આ લોકોને ઝાડા, ઉલટી અને મોંમાંથી લોહી વહેવું શરૂ થયું હતું. દેશના આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આવી પરિસ્થિતિનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય આરોગ્યના નિયમો સ્વીકારવા માટે સરકારે ઇબોલાને રોગચાળો જાહેર કર્યો છે.

            આરોગ્ય પ્રધાન રૈમિ લામાહે કહ્યું છે કે આ મૃત્યુ પછી અધિકારીઓ ‘તદ્દન ચિંતિત’ છે. ગયાનામાં 2013-2016ના રોગચાળા પછી આ પહેલીવાર થઈ રહ્યું છે. પશ્ચિમ આફ્રિકામાં, વાયરસથી 11,300 લોકો માર્યા ગયા. મોટા ભાગના કેસ ગયાના, લાઇબેરિયા અને સીએરા લિયોનમાંથી નોંધાયા છે. સરકારી આરોગ્ય એજન્સી એએનએસએસએ જણાવ્યું હતું કે ઇબોલા ચેપની પુષ્ટિ કરવા માટે બીજા તબક્કાના પરીક્ષણો લેવામાં આવ્યા છે અને આરોગ્ય કર્મચારીઓ કેસ શોધી કાઢવા અને લોકોને અલગ પાડવાનું કામ કરી રહ્યા છે.

(6:20 pm IST)