Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જાપાનના મિયાજાકી પ્રાંતમાં મળી રહી છે દુનિયાની સૌથી મોંઘી કેરી

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોંઘી કેરી ભારતમાં નથી મળતી અને તેની કિંમત પણ એટલી બધી છે કે તેને ખરીદવા માટે પૈસાદારોને પણ પરસેવો પડી જાય છે. દુનિયાની સૌથી મોંઘી કેરી ક્યાં મળે છે અને શું છે તેની કિંમત તાઈયો નો તામાગો (એગ ઓફ સન) કેરીની ખાસ જાત છે જે ફક્ત જાપાનના મિયાજાકી પ્રાંતમાં મળે છે. ત્યાં દર વર્ષે સૌથી પહેલા ઉગાડેલા ખાસ અને મોંઘી કેરીને મોટા સ્તરે વેચવામાં આવે છે. જેમાં તેના ભાવ આકાશે આંબવા લાગ્યા. વર્ષ 2017માં કેરીની એક જોડની બોલી લાગી હતી. જેમાં રેકોર્ડ 3,600 ડોલર અર્થાત બે લાખ 72 હજાર રૂપિયામાં વેચાણી હતી. ખાસ કેરીની ખેતી સ્પેશ્યલ ઓર્ડર મળવા પર કરવામાં આવે છે. અર્થાત અન્ય વેરાયટીઓમાં તમે એવી સમજ્યા વિચાર્યા વિના તેને ખરીદી નથી શકતા. કેરીની ખાસ વિશેષતા છે કે તે અડધી લાલ અને અડધી પીળી હોય છે. જાપાનમાં તેને ઉનાળા અને શિયાળાની વચ્ચેના સમયગાળામાં તૈયાર કરવામાં આવે છે. એટલા માટે તેની કિંમત ખૂબજ વધારે હોય છે.

સ્પેશ્યલ કેરીમાં મીઠાશની સાથે સાથે અનાનસ અને નાળિયેરનો સ્વાદ પણ હોય છે એને એક ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. આંબાના ઝાડ પર ફળ લાગતાની સાથે એકએક ફળને જાળીદાર કપડાંથી બાંધી દેવામાં આવે છે. એવી હોય છે જેનાથી ફળ પર સંપૂર્ણ સૂર્યપ્રકાશ પડે. જ્યારે જાળીવાળા હિસ્સાનો ભાગ બચી જાય છે એનાથી ફળની રંગત અલગ હોય છે. કેરી પાક્યા બાદ જાળીમાંજ પડીને લટકે છે. ત્યારે તેને નિકાળીને વેચવામાં આવે છે. ઝાડ પર લાગેલા ફળને ખેડૂતો તોડતા નથી. તેઓ માને છે કે એનાથી ફળનો સ્વાદ અને પૌષ્ટિકતા ચાલી જાય છે. અર્થાત જાપાની ખેડૂતોની નજરથી જોવામાં આવે તો તાઈયો નો તામાગો સંપૂર્ણ રીતે પાકેલું ફળ છે. અને એવું છે. ખાવામાં પણ ખૂબજ સ્વાદિષ્ટ અને સુગંધિત હોય છે.

(6:29 pm IST)