Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઓએમજી.....આ જગ્યા પર 13 ગોરીલા કોરોના સંક્રમિત મળી આવતા મળી આવતા વૈજ્ઞાનિકોની ચિંતા વધી

નવી દિલ્હી: અમેરિકાના એક ઝૂમાં હાલ 60 વર્ષના વૃદ્ધ નર ગોરીલા સહિત 13 ગોરીલાઓને કોરોના સંક્રમણ થઈ ગયુ છે. ઝૂના પ્રશાસને અંગે કહ્યું કે, તેમા કોઈ હેન્ડલર્સના કારણે તેમનામાં સંક્રમણ મળ્યું હશે. તેની તપાસ ત્યારે કરાવવામાં આવી જ્યારે ઝૂના કર્મચારીએ ગોરીલાને ખાંસી ખાતા અને તેનું નાક વહેતા જોયુ. સાથે તેમની ભૂખ ઓછી થઈ ગઈ હતી. સૌથી મોટો સવાલ છે કે, શું ગોરીલાઓને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે સંક્રમિત કર્યા છેઅમેરિકાના એટલાન્ટામાં સ્થિત ઝૂમાં ગોરીલા રહે છે. તેમને વેસ્ટર્ન લોલૈંડ ગોરીલા કહેવામાં આવે છે. તેમા સૌથી વૃદ્ધ ગોરીલા ઓઝી (Ozzie) 60 વર્ષનો છે. તેના સ્વેબના સેમ્પલને તપાસ માટે યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના વેટરનરી લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તમામ 13 ગોરીલાઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. હવે ઝૂના અધિકારીઓ આઈઓવા સ્થિત નેશનલ વેટરનરી સર્વિસીસ લેબના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

ઝૂના અધિકારીઓનું માનવુ છે કે, ગોરીલામાં કોરોના સંક્રમણના કારણે મોનોક્લોનલ એન્ટીબોડીઝ વિકસિત થવાને કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. આથી, હવે ઝૂમાં રહેલા તમામ 20 ગોરીલાઓની તપાસ કરવામાં આવશે. 20 ગોરીલા 4 સમૂહોમાં રહે છે. ઝૂના પ્રશાસનનું માનવુ છે કે, એક એસિમ્પ્ટોમેટિક કર્મચારી દ્વારા ગોરીલા કોરોના સંક્રમિત થયા છે. જ્યારે, કર્મચારી સંપૂર્ણરીતે વેક્સીનેટેડ છે. સાથે તે ગોરીલાઓનું જ્યારે ધ્યાન રાખતો હતો, ત્યારે તે સંપૂર્ણ સુરક્ષા કિટમાં રહેતો હતો. તેના ચહેરા પર માસ્ક, હાથમાં ગ્લવ્ઝ અને પીપીઈ કિટ પણ રહેતી હતી. હજુ સુધી એવા પુરાવા નથી મળ્યા કે, ગોરીલા દ્વારા કોઈ પર્યટક અથવા ઝૂના કર્મચારીને કોરોના સંક્રમણ થયુ હોય.

 

(5:01 pm IST)