Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સિરિયાની રાજધાની દમાશ્કસનાં નજીકના વિસ્તારને નિશાન બનાવી ઇઝરાયલે મિસાઈલ હુમલો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ઇઝરાયેલએ સોમવાર સવારે સિરિયાની રાજધાની દમાશ્કસનાં નજીકનાં વિસ્તારને નિશાન બનાવીને અનેક મિસાઇલ હુમલા કર્યા, આ માહિતી સિરિયાની સરકારી ન્યુઝ એજન્સીએ આપી, એક વિરોધી યુધ્ધ નિરિક્ષણ સમુહએ કહ્યું કે આ હુમલામાં ઇરાન સમર્થિત 6 લડવૈયાઓનું મોત થયું છે.

            બ્રિટનનાં એક યુધ્ધ નિરિક્ષણ જુથે કહ્યું કે રાજમાર્ગ પાસે પહાડોમાં આવેલા સિરિયાની સેનાનાં ચોથા એકમને નિશાન બનાવવામાં આવ્યું, આ રાજમાર્ગ દમાશ્કસને લેબનોનની રાજધાની બેરૂત સાથે જોડે છે, તેમણે કહ્યું કે મિસાઇલ હુમલા દરમિયાન દમાશ્કસનાં દક્ષિણમાં સ્થિત કિશ્વહમાં સિરિયાઇ સેનાનાં મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જુથે દાવો કર્યો કે ઇઝરાયેલનાં મિસાઇલ હુમલામાં કિશ્વાહમાં 2 જ્યારે દમિશ્ક-બેરૂત રાજમાર્ગ પાસે 4 લડવૈયાઓનું મોત થઇ ગયું.

(5:49 pm IST)