Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

જો શરીરમાં ઉઠતા વેંત તમારા શરીરમાં પણ આ લક્ષણો જોવા મળી રહ્યા છે તો હોય શકે છે બ્લડ પ્રેશર

નવી દિલ્હી: આજકાલ માનવશરીરની સમસ્યાઓ વધતી જ રહી છે. એક બાદ એક નવા રોગો આવે છે અને જીવનને તહેસનહેસ કરી નાખે છે. આજકાલની સૌથી સામાન્ય ગણાતી બિમારી બીપી અને ડાયાબિટીસ છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરને એક પ્રકારનું સાયલન્ટ કિલર માનવામાં આવે છે. ઘણા લોકો આ રોગને ગંભીરતાથી લેતા નથી પરંતુ તે શરીરને મોટાપાયે નુકસાન પહોંચાડે છે. ખરાબ લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસભર્યું જીવન, ખોટું-ખરાબ ખાનપાન, આનુવંશિક કારણો, વધુ પડતા મીઠાનું સેવન, શરીરમાં ઓછું પાણી, કોલેસ્ટ્રોલ, હાયપરટેન્શન, કિડની અને લીવરનું કામકાજ સામાન્ય ન હોવું, ઓછી ઊંઘ, વધુ પડતો ગુસ્સો તમને હાઈ બ્લડપ્રેશરનો શિકાર બનાવે છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો શરીરમાં જ્યારે રકત પ્રવાહ વધે છે ત્યારે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે હાર્ટ એટેકમાં પરિણમી શકે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાના ચિહ્નો ઘણા વહેલા દેખાવા લાગે છે. જો સમયસર ઓળખવામાં આવે તો તમે હાઈ બીપીને સરળતાથી નિયંત્રિત કરી શકો છો અને તેનું નિદાન કરાવી શકો છો. તો આવો જાણીએ હાઈ બીપીના કેટલાક સંકેતો વિશે, જે સવારે ઉઠતાની સાથે જ માનવશરીરમાં દેખાઈ જાય છે

ચક્કર આવવા: જો સવારે ઉઠતાની સાથે જ તમને ચક્કર આવવા લાગે તો સમજી લો કે તમારું બ્લડ પ્રેશર ઘણું વધારે છે. આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઇએ.

તરસ લાગવીઃ સવારે ઉઠ્યા પછી ઘણા લોકોને વધારે તરસ લાગે છે પરંતુ જો પાણી પીવા છતા તમારું મોં વધુ શુષ્ક થઈ રહ્યું હોય તો તમારે થોડા વધારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. જો આ પ્રકારની સ્થિતિ રોજિંદી બને તો ચોક્કસપણે સમસ્યા બની શકે છે તેથી ધ્યાન આપો.

ઉબકા આવવા : ઉલટી થવી નહિ પરંતુ તેવી સ્થિતિ સર્જાવવી જેને આપણે સરળ શબ્દોમાં ઉબકા આવવા કહીએ છીએ. ઉબકા સામાન્ય રીતે હાઈ એસિડિટીની સમસ્યાને કારણે આવે છે, પરંતુ જો તમને સવારે ઉઠતાની સાથે જ ઉબકા આવવા લાગે તો આ ચેતવણીરૂપ સંકેતો છે.

ઝાંખી દ્રષ્ટિ: જો તમને સવારે ઉઠતાની સાથે જ બધું ઝાંખું દેખાય તો તેનું કારણ હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે છે.

આ તો આપણે જાણ્યા હાઈ બીપીના સંકેતો, જે તમને સવારે ઉઠતાની સાથે જ આવે તો ચિંતા કરવી જરૂરી બને છે પરંતુ આ સમસ્યાનું સમાધાન શું. તો આવો હવે જાણીએ હાઈ બીપી ઘટાડવા માટેના આયુર્વેદિક ઉપાયો :

સર્પગંધા મૂળના પાવડરનું સેવન કરો

• બ્રાહ્મીને બ્રેઈન બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે તેનું સેવન એક શ્રેષ્ઠ ઉપાય છે.

• ઘઉંના જ્વારા (Wheat Grass), એલોવેરા અને દૂધીને મિક્સ કરીને જ્યુસ બનાવો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

તજ અને અર્જુનની છાલનો ઉકાળો તમારા હાઈ બ્લડ પ્રેશરને ઝડપથી ઘટાડી શકે છે. આ સાથે તે કિડનીને પણ સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે.

(6:30 pm IST)