Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અમેરિકા સહીત યુરોપમાં થઇ હેલ્થ પ્લસની શરૂઆત

નવી દિલ્હી: ‘લાગે છે કે, આજે તમારી પીઠ વધુ જકડાઈ ગઈ છે. તમારા વર્કઆઉટમાં ફેરફાર કરવો પડશે.’ સૌમ્ય પરંતુ અધિકારપૂર્વક આ અવાજ સાંભળવામાં ફિઝિયોથેરેપિસ્ટ જેવી લાગે છે, પરંતુ તે યાંત્રિક છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિઝિયોથેરેપિસ્ટ છે, જે ફક્ત તમારા સ્માર્ટફોન કેમેરા થકી બધું કામ કરી શકે છે. આ એઆઈ થેરેપિસ્ટ દર્દીની ઈજા પ્રમાણે વર્કઆઉટ પસંદ કરી શકે છે. ફિઝિયોના દરેક સેશનમાં ગાઈડ કરી શકે છે અને તેને વર્કઆઉટમાં ભૂલો સુધારવાનો નિર્દેશ પણ આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો દર્દીએ વર્કઆઉટ વખતે ઘૂંટણ ખોટી દિશામાં રાખ્યો હોય, તો એઆઈ ફિઝિયો કેમેરામાં જોઈને તે સુધારવાનું કહે છે. એઆઈ અલ્ગોરિધમ દર્દીની દરેક મુવમેન્ટને વાંચીને તે જણાવી શકે છે કે, તેના કયા ભાગમાં દર્દ છે કે કયો હિસ્સો પહેલા કરતા વધુ જકડાઈ ગયો છે. આ ડિજટલ ફિઝિયો એપ એક જર્મન સ્ટાર્ટઅપ કાઈયા હેલ્થે ડિઝાઈન કર્યું છે. તેના એઆઈનું આકલન એટલું સટીક છે કે, ઓસ્ટિયોઆર્થરાઈટિસના દર્દીઓની 552 કસરતમાં તેણે જે સુધારા દર્શાવ્યા છે, તેની સાથે તમામ થેરેપિસ્ટ પણ સંમત છે. ક્લિનિકલ ટ્રાયલ વખતે પીઠદર્દના દર્દીઓને આ એપ થકી જે લાભ થયો, તે વાસ્તવિક ફિઝિયો સેશન્સથી પણ વધુ હતા. આ એપના 1.0 લાખ યુઝર્સમાંથી ફક્ત 0.1%ને જ કોઈ મુશ્કેલીનો રિપોર્ટ આપ્યો છે. આ એપને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મેડિકલ ડિવાઈસ તરીકે માન્યતા આપી છે. યુરોપમાં પણ તે માન્ય છે.

 

(5:48 pm IST)