Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ઇંગ્લેન્ડના કેટલાક ભાગોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: લાંબા સમયથી 'હીટવેવ'ની સ્થિતિને કારણે ઇંગ્લેન્ડના ઘણા ભાગોને શુક્રવારે સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેને લીધે આ વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ પાણીના ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દક્ષિણપશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ઇંગ્લેન્ડ તેમજ પૂર્વ ઇંગ્લેન્ડના તમામ ભાગોનો સમાવેશ થાય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની જાહેરાત પહેલાં પર્યાવરણ એજન્સી, સરકાર, પાણીની કંપનીઓ અને મહત્વના પ્રતિનિધી જૂથોના બનેલા 'રાષ્ટ્રીય દુષ્કાળ જૂથ'ની બેઠક શુક્રવારે મળી હતી. બ્રિટનના પાણી મંત્રી સ્ટિવ ડબલે જણાવ્યું હતું કે, 'દેશના ભાગોમાં અમે અત્યારે બીજા હીટવેવનો અનુભવ કરી રહ્યા છીએ. સૂકા હવામાન માટે અમે અગાઉની તુલનામાં વધુ તૈયાર છીએ. જોકે, અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખીશું. જેમાં ખેડૂતો અને પર્યાવરણ પર અસર અને જરૂર જણાય ત્યાં પગલાં લેવાનો સમાવેશ થાય છે.' અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસી અને બિઝનેસને સ્રોતોનો સમજી વિચારીને ઉપયોગ કરવા જણાવાયું છે. તેમને પાણીનો ધ્યાનથી ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે.

(4:04 pm IST)