Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અમેરિકા પર હુમલો કરવાની ઈરાનની યોજના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે આપી ઈરાનને ચેતવણી

નવી દિલ્હી: આ વર્ષના જાન્યુઆરીમાં ઈરાનના ટોચના જનરલ કાસિમ સૂલેમાનીની હત્યાનો બદલો લેવા ઈરાન અમેરિકા પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યું હોવાના પ્રસારમાધ્યમમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું છે કે ઈરાન જો અમેરિકા પર હુમલો કરવાનું દુ:સાહસ કરશે તો અમેરિકા તેના પર વળતો હજારગણો મોટો હુમલો કરશે.

            વર્ષ 2015માં અમેરિકાએ અણુકરારમાંથી ખસી જવાનો અને ઈરાન પર કડક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધા બાદ બગદાદ હવાઈમથક નજીક અમેરિકાએ કરેલા હવાઈહુમલામાં ઈરાનના ટોચના જનરલ સૂલેમાનીનાં મોતને પગલે બંને દેશ વચ્ચેનો તણાવ વધ્યો હતો.ઈરાને જણાવ્યું હતું કે સૂલામાનીની હત્યાનો તે બદલો લેશે. ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવનારા કોઈપણ હુમલાનો હજારગણા મોટા હુમલાથી વળતો જવાબ આપવામાં આવશે એવી ચેતવણી ટ્રમ્પે આપી હતી.

(5:42 pm IST)
  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • સાંસદ જય બચ્ચનના ડ્રગ્સ અંગે નિવેદન બાદ અમિતાભ બચ્ચનના ઘરની સુરક્ષા વધારે : ડ્રગ્સના નિવેદન પર રવિકિશન અને જયા બચ્ચન વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું access_time 1:56 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST