Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

પાકિસ્તાનમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો:વિદેશી મુદ્રા ભંડાર પણ ખાલી થવાના આરે

નવી દિલ્હી: પાકિસ્તાન ખરાબ આર્થિક સ્થિતિને લઇ  વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું છે. પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ સતત ઘટી રહ્યું છે અને ગોલ્ડ રિઝર્વમાં પણ ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. પાકિસ્તાન, જે પહેલાથી જ ઉધારીના પગ નીચે દબાયેલું હતુ, તે નવીનતમ આર્થિક સંકટ તરફ સુધી લઇ જાય છે.

તાજેતરમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો અત્યારના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દેશમાં મોંઘવારી 25 ટકાની ટોચે પહોંચી ગઈ છે. ઘઉંના દુકાળે લોકોની થાળીમાં રોટલી પણ નસીબ થતી નથી. પાકિસ્તાનની સ્થિતિ પર નજર કરીએ તો વિદેશોમાંથી લોન લેવા છતાં વિદેશી હૂંડિયામણ ભંડારમાં  ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પાકિસ્તાને વિદેશમાંથી $5 બિલિયનથી વધુની લોન લીધી છે, પરંતુ તેમ છતાં તે પોતાના વિદેશી મુદ્રા ભંડારને સંતુલિત કરવામાં સક્ષમ નથી. ગયા વર્ષે જૂન 2022માં પાકિસ્તાન માં આવેલા પૂરે તેમના અર્થતંત્રને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. આ દુર્ઘટનામાં ત્રણ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. અહેવાલો અનુસાર, પૂરને કારણે પાકિસ્તાનને 30 અબજ ડોલરનું નુકસાન થયું છે. દેશ આમાંથી બહાર આવે તે પહેલા જ દેશમાં આ કટોકટીની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. જેમાંથી દેશ બહાર નીકળવામાં નિષ્ફળ ગયો હોય તેમ લાગી રહ્યું છે. 

(6:18 pm IST)