Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

અમેરિકાના સિનસિનાટી વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યાએ થયેલ ફાયરિંગમાં આંઠના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: અમેરિકાના સિનસિનાટી વિસ્તારમાં રવિવારે ત્રણ જુદી જુદી જગ્યાએ ગોળીબારના બનાવ બન્યા હતા જેમાં આઠ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને અઢાર વ્યક્તિને ઇજા થઇ હતી. સહાયક પોલીસ કમિશનર પૉલ ન્યૂડીગેટે મિડિયાને કહ્યું હતું કે ફિલાડેલ્ફિયાના ઓવર-દ-રિને વિસ્તારમાં થયેલા ગોળીબારમાં 10 વ્યક્તિને ગોળી વાગી હતી. બે જણ ત્યાંજ મરણ પામ્યા હોવાની આશંકા હતી

          સમયે શહેરના વોલ્ટન હિલ્સ વિસ્તારમાં હેરિયટ બીચર સ્ટોઇ હાઉસ પાસે પણ ગોળીબાર થયા હતા. ત્રણ જણ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત એવાન્ડેલ વિસ્તારમાં ચાર વ્યક્તિ પર ગોળીબાર કરાયા હતા. ત્યાં બે વ્યક્તિ મરણ પામી હોવાની આશંકા હતી. જો કે કોઇ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થઇ નહોતી.

(6:26 pm IST)