Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કાગળમાંથી કલાકૃતિ બનાવીને આ કલાકારે સહુ કોઈને અચરજમાં મૂકી દીધા

નવી દિલ્હી: હારુકી જાપાની આર્ટ 'કિરિગામી'માં એક્સપર્ટ છે. કાગળને વાળી અને કાપીને કલાકૃતિ બનાવવાની કલાને કિરિગામી કહેવાય છે. હારુકી કોઈ પણ કાગળના બોક્સને સુંદર કલાકૃતિમાં પરિવર્તિત કરી શકે છે. સામાન્ય લોકોથી અલગ તરાઈ આવતાં હારુકી ચોકલેટના ખાલી બોક્સ, રમકડાં, આઈસક્રીમ અને સ્કોચનાં બોક્સ સહિતનાં વેસ્ટ મટિરિયલમાંથી આંખોને તરત ગમી જાય તેવી આકૃતિઓ તૈયાર કરે છે. હારુકીનો ઈમેજિનેશન પાવર અદભુત છે. હારુકીએ ખાલી બોક્સને વિવિધ પ્રકારના સ્ટ્ર્ક્ચરમાં પરિવર્તિત કર્યા છે. તેમણે સુપરહીરો, એક્શન કેરેક્ટર, કાર્ટૂન કેરેક્ટર, પશુઓ, ઘોડેસવાર સૈનિક, ટોય ટ્રેન, ઢીંગલીઓનું ઘર, વાયોલિન સહિતની આકૃતિ તૈયાર કરી છે.

(6:27 pm IST)