Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

દુબઈના ક્રાઉન પ્રિન્સની કાર પર કબૂતરે માળો બનાવતા ઘટના ચર્ચાનો વિષય બની

નવી દિલ્હી:  દુબઈના ક્રાઉન પ્રિન્સ અને કાર્યકારી પરિષદના અધ્યક્ષ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે પોતાની વિંડશીલ્ડ પર કબૂતરે માળો બનાવ્યા બાદ પોતાની મર્સિડીઝ એસયુવીનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાની કારનો વીડિયો શેર કર્યો છે. જ્યાં કબૂતર તેમાં બચ્ચાને જન્મ આપતુ દેખાય છે અને પોતાના બચ્ચાની સાર સંભાળ રાખતુ હોય તેવો વીડિયો શેર કર્યો છે.

         ઈંસ્ટાગ્રામ પર શેર કરેલા વિડોયમાં ક્રાઉન પ્રિન્સે પક્ષી અને તેના બચ્ચાને બતાવ્યા છે. શેખ હમદમે ક્લિપ શેર કરતા લખ્યુ છે કે, ક્યારેક ક્યારેક જીવનમાં નાની એવી વસ્તુ ઘણી વધારે સાબિત થાય છે. પ્રિન્સ દ્વારા શેર કરેલા વીડિયોને અત્યાર સુધીમાં 24 કલાકમાં 1 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

(6:27 pm IST)