Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

તાઇવાને 66 લડાકુ વિમાનો ખરીદવા માટે અમેરિકાની કંપની સાથે કરાર કરતા ચીનને સૌથી મોટો ઝટકો લાગ્યો

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારત-ચીન વચ્ચે ઘર્ષણ યથાવત છે, ત્યારે બીજી તરફ અન્ય દેશો સાથે પણ ચીનના સંબધો તણાવમમાં છે. ત્યારે મામલે કપટી ચીનને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં તાઇવાનને 66 નવા ફાઈટર જેટ અમેરિકા આપશે. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. ત્યારે તાઇવાન 66 લડાકુ વિમાનોને ખરીદવા માટે અમેરિકાની કંપની સાથે કરાર કર્યો છે.જેના લીધે ચીન બોખલાયું છે. ફાઈટર્સ જેટ ત્રણ દાયકા પહેલા ખરીદાયેલા વિમાનો કરતા શક્તિશાળી છે. ઉલ્લેખનીય છે કે જો કે મામલે ચીન વિરોધ કરી શકે છે. કેમ કે ચીન હમેશા તાઇવાનને પોતાનો હિસ્સો માને છે.

(6:28 pm IST)