Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નૈરોબીમાં રહેતા જેમ્સ પોતાના કોવીડ લુકને થઇ રહ્યા છે વાયરસ

નવી દિલ્હી:: નૈરોબીમાં રહેતા જેમ્સ હાલ પોતાના કોવિડ લુકને લઈ ઘણા વાઈરલ થઈ રહ્યા છે. જેમ્સ પાતોને આફિકાના સૌથી સ્ટાઈલિશ મેન માને છે. તેમની પાસે 160 સૂટ, 200 જોડી ફૂટવેર અને 300 ટોપીઓ છે. હાલ તેમના કોવિડ લુકમાં તેઓ મેચિંગ ટોપી, સૂટ, મોબાઈલ કવર સાથે મેચિંગ માસ્કમાં નજરે પડે છે. હાલ 59 વર્ષીય જેમ્સ જ્યારે નૈરોબી આવ્યા હતા ત્યારે તેમની પાસે એક શર્ટ જ હતો, લોકો તેમનો મજાક ઉડાવતા હતા અને ફેશન સેન્સને લઈ ટોણો મારતાં હતા. જેમ્સના પિતા ફ્રીડમ ફાઈટર હોવાથી શહેરના તમામ લોકો જેમ્સને ઓળખતા હતા. લોકોના ટોણાથી કંટાળીને જેમ્સે ફેશન સેન્સ ડેવલપ કરી. હવે જેમ્સની સ્ટાઈલની લોકો વાહવાહી કરી રહ્યા છે. હાલ જેમ્સ ખાસ દરજી પાસે પોતાના કપડાં સિવડાવે છે. જેમ્સને અતરંગી નવી નવી સ્ટાઈલના કપડાં પહેરવાનો ઘણો શોખ છે. તેઓ ક્યારેક ચર્ચના સભ્યોના કપડાં માંગીને પહેરે છે. તેમના ફેશન સેન્સને જોઈ દુનિયાભરના લોકો તેમને યુનિત ડ્રેસ ગિફ્ટ આપે છે.

(5:39 pm IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST